Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યસભાનાં સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી.

Share

ભરૂચનાં પનોતા પુત્ર એવા રાજ્યસભાનાં સાંસદ એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે રમઝાન ઇદ નિમિત્તે જનતાને શુભેચ્છા પાઠવી સાથે જ કોરોના વાઈરસની મહામારીમાંથી સમગ્ર દેશને મુક્તિ મળે એવી દુઆ કરી હતી. રમઝાન ઇદની શુભેચ્છા પાઠવવા અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રમઝાન માસ દરમિયાન કરવામાં આવેલા રોઝ-ઇબાદતને અલ્લાહ-તાલા કબુલ કરે તેમજ ખુશીના આ પર્વમાં સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને દેશમાં જે કોરોના વાયરસની મહામારી ફેલાય છે એનાથી અલ્લાહ-તાલા મુક્તિ આપે એ દુઆ કરવાની સર્વ દેશવાસીઓને અપીલ કરી હતી. અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણો દેશ આ સંકટમાંથી મુકત થાય અને તમામ દેશવાસીઓ ફરી એકવાર પોતાનુ સામાન્ય જીવન જીવતા થાય અવી જ આ પાક પર્વ નિમિત્તે દુઆ કરું છું. તેમણે દેશવાસીઓને એક થઈને આ સંકટનો સામનો કરવા માટે પણ અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, અંકલેશ્વર વાલિયા રોડ પર વૃક્ષ ધરાશાયી.

ProudOfGujarat

આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડ રજૂ કરે છે, ઇન્સ્ટન્ટ મોટર વીમા ક્લેમ રજિસ્ટ્રેશન માટે અલગ વોઇસ બોટ સર્વિસ.

ProudOfGujarat

આતંકવાદને જડમૂળથી ઉખેડવા શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન.પત્રકાર પરિષદનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!