ભરૂચ શહેરનાં બાયપાસથી મહંમદપુરા રોડ પર આવેલ એપીએમસી માર્કેટને વડદલા ખાતે ખસેડયા બાદ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન માર્કેટને શિફ્ટ કરવાની કાર્યવાહી કરાઇ હતી જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. કેટલાક વેપારીઓએ માર્કેટ ખસેડવા પર વિરોધ દર્શાવ્યો હતો. જોકે ચેરમેન અરૂણસિંહ રણાએ સખત નિર્દેશ સાથે માર્કેટને સ્થાયી રાખ્યું હતું. હવે આગામી નિર્ણયોને લઈને પત્રકાર પરિષદ 23 મે નાં રોજ સવારે 9:30 વાગ્યાનાં સમયે યોજવામાં આવી હતી. વડદલા સ્થિત સબયાર્ડ ખાતે એ.પી.એમ.સી. ને કાયમી ધોરણે રાખવી. મહંમદપુરા સ્થિત શાક માર્કેટને પણ ચાલુ રાખવું. નવી એ.પી.એમ.સી ખાતે નાના વેપારીઓ માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવી સહિતની બાબતોને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી. ભરૂચ એ.પી.એમ.સી નાં ચેરમેન અરૂણસિંહ રણાએ પત્રકાર પરિષદમાં કહયું હતું કે હાલ નવી વડદલા એ.પી.એમ.સી ચાલુ રહેશે અને અહીં નવા વેપારીઓને મોકો મળશે. હાલ જૂની એ.પી.એમ.સી માં ૨૨ હોલસેલ વેપારીઓ છે જ્યારે નવી એ.પી.એમ.સી માં ૧૨ વેપારીઓ આવ્યા છે. હાલ નવી એ.પી.એમ.સી માં ૩૯ વેપારીઓ વેપાર કરી રહ્યા છે. જ્યારે નવીની સાથે સાથે જૂની એ.પી.એમ.સી માર્કેટ પણ ચાલુ રહેશે. એટલુ જ નહીં પણ હાલ નવી એ.પી.એમ.સી માં દુકાનની કિંમત ૩૫ લાખ રાખવામાં આવી છે. વેપારીઓ નવી એ.પી.એમ.સી માં ડિપોઝીટ ભરી દુકાન મેળવી શકશે. આમ હવે ભરૂચમાં બે એ.પી.એમ.સી કાર્યરત થશે.
ભરૂચનાં વડદલા સ્થિત એપીએમસી માર્કેટ ખાતે ચેરમેન અરૂણસિંહ રાણાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ.
Advertisement