હાલ તો લોક ડાઉનને કારણે તમામ ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે અને સામાન્ય પરિવારોને જીવન ગુજારો મુશ્કેલ બની ગયું છે. ત્યારે હાલ તો ખેડૂત કેવો જગતનાં તાતને ખેતપેદાશો મોંઘી થતાં અને તેનો યોગ્ય ભાવ નહીં મળતા આ મામલે ગુજરાતનો ખેડૂત રોષે ભરાયો છે અને આ મામલે લોક તાંત્રિક રીતે ડુંગળી સહિત ખેતપેદાશોના ભાવો નહીં મળતા તેનો વિરોધ કરવા માટે રાજકોટ ખાતે જિલ્લા કલેકટરને પી.એમ કેર ફંડમાં રાજકોટના કિસાન કોંગ્રેસના અગ્રણી પાલભાઈ આંબલીયા અને તેમના સાથીઓ ડુંગળીનાં થેલા લઈને જમા કરાવવા જતા આ મામલે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બોલાવતા પોલીસે અનેકો કલમો સહિત ગુનો દાખલ કરી ખેડૂતોને બેરહમીપૂર્વક માર મારવામાં આવતા આ મામલે સરકાર મૌન છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિનાં અગ્રણી યાકુબ ગુરુજી સુનીલ ખેર, મગનભાઈ પટેલ, નગર પાલિકા વિરોધ પક્ષનાં નેતા સમસાદ અલી સૈયદ સહિતનાં આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી કિસાન કોંગ્રેસના અગ્રણી ઉપર થયેલા અત્યાચાર ગુજરાતમાં પોલીસ કર્મીઓ સામે સામાજિક તેમને ખેડૂતો ઉપર જુલમ કરવા માટે ઇશારો કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી.
રાજકોટમાં કિસાન અગ્રણી ઉપર થયેલા અત્યાચારનાં વિરોધમાં ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.
Advertisement