કોરોના વાયરસને પગલે ફેલાયેલી મહામારીનાં કારણે સિવિલ હોસ્પિટલને કોરોના વાયરસનાં દર્દીઓને ચેક કરવા માટે વિશેષ વોર્ડ બનાવી કોરોના દર્દીઓની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબ અને ટેકનિશિયન અને નર્સને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો જેને લઇને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓપીડી બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેના કારણે શહેરમાં ગરીબ પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સેવાશ્રમ હોસ્પિટલમાં ઓપીડી ચાલુ કરવામાં આવ્યું હતું. જ્યારે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસનાં ચેપગ્રસ્ત લોકોને તેમજ તેમના સંપર્કમાં આવનાર લોકોને ચેક કરવામાં આવતા હતા. પરંતુ આજરોજ સિવિલ સત્તાવાળાઓએ ફરીથી જનરલ ઓપીડીની શરૂઆત કરવામાં આવી હતી જેને લઇને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આજે ફરી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સંખ્યા મોટી સંખ્યામાં જોવા મળી હતી.
Advertisement