ભરૂચ શહેરનાં વિસ્તારમાં આવેલ શ્રીમતિ વી.કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે ધોરણ 12 ના સાયન્સ વિભાગને અચાનક બંધ કરી વિદ્યાર્થીઓને અન્ય શાળામાં એડમિશન લેવા માટેનાં ફોન કોલ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જુના ભરૂચના સ્થાનિક આગેવાનો તેમજ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજુઆત કરી ચાલુ શૈક્ષણિક વર્ષે ૨૦૨૦/૨૧ સુધી ધોરણ 12 સાયન્સ વિભાગ ચાલુ રાખવા માટેની રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે હાલ દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે, સરકાર દ્વારા હજુ સુધી શાળાઓ ક્યારે ખુલશે તે બાબતની ચોક્કસ કોઈ રણનીતિ સામે આવી નથી. તેવામાં ભરૂચમાં ગત રોજ એન.એસ.યુ આઈ દ્વારા ખાનગી શાળાઓમાં ફી ઉઘરાણીનો મુદ્દો ઉઠ્યો તો આજે સાધના સ્કૂલનો મુદ્દો ચર્ચામાં આવતા શાળાઓની મનમાની કોરોના મહામારી વચ્ચે લોકોમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.
Advertisement