ભારતની મોટી નદીઓમાં જેની ગણના થાય છે એવી નર્મદા નદીનું આધ્યાત્મીક બાબતે પણ મોટું મહત્વ મનાય છે. ગુજરાતમાં નર્મદા નદી મોટાભાગે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી પસાર થાય છે.ઉપરાંત અમુક સ્થળોએ વડોદરા જિલ્લાના કેટલાક ગામોનો પણ સમાવેશ થાય છે.આધ્યાત્મીક દ્રષ્ટિએ નર્મદાનું મોટુ મહત્વ છે. વાર તહેવારે નર્મદા સ્નાનનો પણ મહિમા છે. કેવડીયા નજીક નર્મદા પર બંધ બનતા તેમજ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવાતા આ બાબત ગુજરાતને વિશ્વ સ્તરે પ્રસિદ્ધિ અપાવવામાં અગ્રેસર બની છે.કોરોના વાયરસના સંક્રમણને વધતુ અટકાવવા લોકડાઉન જાહેર કરાતા માણસોની અવરજવર તેમજ અન્ય પ્રવૃત્તિઓ બંધ થઇ હતી, ત્યારે લોકડાઉનના સમયગાળા દરમિયાન નર્મદાના નીર નીતરા કાચ જેવા સ્વચ્છ દેખાયા હતા. લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક પ્રવૃતિઓ, માછીમારી, રેત ખનન જેવી બાબતો બંધ રહેતા નર્મદાનાં જળ પ્રદુષણ મુક્ત બનતા નીતરા અને ચોખ્ખા દેખાયા હતા. ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનુ ભાલોદ ગામ પણ નર્મદા તટે આવેલ એક આધ્યાત્મિક ગામ મનાય છે. ભાલોદ નજીક વહેતી નર્મદાના જળ એકદમ ચોખ્ખા દેખાતા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.