ભરૂચ જિલ્લો છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિત વિસ્તારમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ અંતે વાલીયા રૂપનગરમાં ત્રણ એસ.આર.પી જવાન કોરોના સંક્રમિત થઈને આવતા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 32 પર પહોંચી છે. હજી તો ભરૂચ જિલ્લો ઓરેન્જ ઝોનમાંથી નીકળવાના પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ ગઈ કાલે પાંચ જેટલા કોરોનાનાં દર્દીઓ મળી આવ્યા હતા. અંકલેશ્વરના શ્યામ નગર સોસાયટીમાં મુંબઈથી આવેલા ચૌધરી પરીવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ કુમકુમ બંગલોઝમાં મુંબઈથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ભરૂચ તાલુકાના રહાડપોર ગામની રંગ ઉપવન સોસાયટીમાં મુંબઈથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મકતમપુરની પોસ્ટ પાસે અમદાવાદથી આવેલા એક યુવાન કોરોનાથી સંક્રમિત થયા હોય તો ભરૂચ જિલ્લામાં કુલ પાંચ જેટલા લોકો સંક્રમિત થયા હોવાનું બહાર આવતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. તમામને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ તમામ વિસ્તારોને સંક્રમિત વિસ્તારો જાહેર કરીને પતરાં મારીને સોસાયટીનાં લોકોને કોરન્ટાઇન કરયા હતા.
ભરૂચ જીલ્લામાં કુલ પાંચ કોરોના પોઝિટીવ કેસ આવતાં જીલ્લાનાં અલગ-અલગ વિસ્તારને કોરન્ટાઈન કરાયાં.
Advertisement