ભરૂચ જિલ્લામાં આજે 30 જેટલી બસો ભરૂચનાં વિવિધ તાલુકાઓમાં દોડવામાં આવશે, ઓનલાઈન ટીકીટ બારી તેમજ બસમાં પણ ટીકીટ આપવામાં આવશે, 30 મુસાફરો સાથે બસમાં થર્મલ સ્કેનિગ અને સેનેટાઈઝની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ સોશ્યલ ડિસ્ટનસ તેમજ માસ્ક પહેરીને જ બસમાં બેસવાની સૂચના મુસાફરોને આપવામાં આવી છે, લોકડાઉન બાદ આજે એસ.ટી બસો શરૂ થવાનો પ્રથમ દિવસ હતો પરંતુ મુસાફરોની હાજરી નહિવત પ્રમાણમાં જોવા મળી હતી.
Advertisement