રાજ્ય સરકારે લોક ડાઉન 4 ની શરૂઆત સાથે કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી. જેને લઈ લોકોએ રાહત અનુભવી હતી, ત્યારે ભરૂચ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે, ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં ચાર જેટલા કેસો સામે આવ્યા છે જેના કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. જાણવા મળ્યા મુજબ ભરૂચનાં મકતમપુર વિસ્તાર તેમજ રાહડ પોરની રંગ ઉપવન સોસાયટીમાંથી વધુ બે કોરોના પોઝીટિવ કેસ સામે આવ્યા છે, તેમજ અંકલેશ્વરનાં પીરામણ વિસ્તારમાંથી ૨ જેટલા પોઝીટિવ કેસો સામે આવ્યા છે, પોઝીટિવ કેસોમાં મુંબઇ મુલાકાતનાં ૩ અને અમદાવાદ મુલાકાતના ૧ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ ભરૂચમાં કુલ કોરોના પોઝીટિવનો આંક ૩૬ થયો, ૨૫ સાજા ૩ મોત તેમજ ૮ એક્ટીવ કેસ નોંધાયા છે.
ભરૂચ જિલ્લામાં આજે નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસના નામ અને એડ્રેસ-
📌રાજેશ રાજપૂત – ઉ.વ 46 (મકતમપુર , ભરૂચ) ટ્રાવેલ હિસ્ટ્રી – અમદાવાદ.
📌વજનાથ ઝા – ઉ.વ.33(રંગ ઉપવન સોસાયટી, રહાડપોર)ટ્રાવેલ હિસ્ટ્રી – મુંબઇ
📌ઇરામ ચૌધરી – ઉ.વ. 13 ( હેપી નગર, અંકલેશ્વર)ટ્રાવેલ હિસ્ટ્રી – મુંબઇ
📌શાહિદા ચૌધરી – ઉ.વ. 40 (શ્યામ નગર, પિરામણ અંકલેશ્વર)ટ્રાવેલ હિસ્ટ્રી – મુંબઇ
ભરૂચ : લોક ડાઉન 4 માં છૂટછાટ બાદ ભરૂચ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા એક જ દિવસમાં નોંધાયા ચાર પોઝીટિવ કેસ જાણો વધુ.
Advertisement