કોરોના વાયરસને લઈને દેશભરમાં લોક ડાઉન થયું હતું. હજારો કરોડો લોકો ફસાયા હતા ત્યારે લોકોએ પોતાના વતન જવા માટે પદયાત્રા કરી નાખી હતી. સાઈકલ લઈને ચાલતા બન્યા હતા જે વાહન મળે તેમાં રવાના થયા હતા. જયારે ભરૂચ જિલ્લામાં વસતા લાખો પરપ્રાંતીઓએ પણ વતન જવાની વાટ પકડી હતી. ત્યારે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા અસંખ્ય લોકોને વતન જવા માટે ટ્રેનની ટિકિટ કઢાવી આપી હતી. જેમાં ૯૦૦ જેટલા ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકામાં આવેલા મદ્રેસાના બાળકોને રાષ્ટ્રીયતા અહેમદભાઈ પટેલના કહેવાથી કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ દ્વારા ટિકિટના પૈસા આપવામાં આવ્યા હતા. જેને લઇને કેટલાક લોકોએ અભદ્ર ટીપ્પણી કરી હતી સોશિયલ મિડિયામાં બેફામ લખાણ લખીને મદ્રેસાના બાળકોને જેહાદી કહી નાખ્યા હતા. જોકે આ મામલે રાજ્યનાં ગૃહમંત્રીએ પણ આવી જ ટિપ્પણીઓ કરી નાખીને રાજકારણ રમી નાખતા આ બાબતે વાતાવરણ ગરમાયું હતું અને બંને પક્ષના રાજકારણીઓની ટિપ્પણીઓને પગલે ફસાઈ ગયેલા અન્ય વિદ્યાર્થીઓ અટવાયા હતા હજુ પણ ભરૂચ જિલ્લાના અનેકો મદ્ધ્રેશાઓમાં નાના નાના બાળકો ફસાયા છે અને તેઓ રાજકારણીઓનાં કારણે હવે પોતાના વતન જઈ શકશે કે નહીં તેવી અસમંજસમાં પડી ગયા છે. આ નાના બાળકો હવે ઈદ પહેલા પોતાના વતન જવા માટે તંત્રને કાલાવાલા કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાનાં અલગ અલગ મદ્રેશાઓમાં અનેક બાળકો વતન વાપસી માટે લાચાર બન્યા.
Advertisement