કોરોના મહાનારી વચ્ચે સર્જાયેલ લોક ડાઉનમાં અનેક વ્યસન કર્તાઓની હાલત કાફોડી બની હતી, લોક ડાઉનમાં બંધી રહેલા ગુટખા તમાકુને જે તે સમયે વ્યસન કરતાઓએ કાળા બજારીમાં વેચાણ થતા 10 ની વસ્તુનાં 50 આપી ખરીદી કરી હતી અને સરકાર હવે છૂટછાટ આપે તેવી આશ સાથે લોકો લોક ડાઉનમાં પોતાનો સમય કાઢી લેતા હતા.હવે સરકારે પાનનાં ગલ્લાઓને છૂટછાટ આપી ત્યારે પણ ભરૂચમાં વેઓરીઓ અને વિક્રેતાઓ આ મહામરીમાં જાણે કે લૂંટફાટ કરવાના ઇરાદે હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે,જેમાં 5 ની પડીકીના 30 તો 10 ની પડીકી 50 તેમજ 60 માં વેચાતી હોવાની બુમો ઉઠી છે. વધુમાં આવું કેમ થઇ રહ્યું છે એ બાબત જ્યારે અમે જાણવાનો પ્રયાસ કર્યો તો સામે આવ્યું કે માલ છે નહીં એટલે આવું થયું છે.તો અહીંયા સવાલ એ થાય છે કે લોક ડાઉન ખુલ્યા બાદ માલ ન હોય તો શું લોક ડાઉનમાં કાળા બજાર કરવામાં આ બધાનો હાથ હતો ?સરકારે કંપનીઓને પ્રોડક્શન કરવાની કેટલીક શરતોને આધીન છૂટછાટ તો ક્યારની આપી હતી,તેવી બાબતો હાલ ભરૂચ જિલ્લામાં 3 ગણા ભાવે વ્યશન કર્તાઓ પડીકીઓ લઇને ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે,નગર પાલિકાનું કે અન્ય વહીવટી તંત્ર લોક ડાઉનનું ચુસ્ત પાલન કરાવતું હતું પરંતુ સરકારની છૂટછાટની વાત સામે આવ્યા બાદ તંત્ર પણ આવી બાબતોમાં ઢીલાશ રાખીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ : સરકારની છૂટછાટ વચ્ચે પણ મસાલા, ગુટખા અને તમાકુનાં વેચાણમાં 3 ગણા ભાવ લેવાતા હોવાની ચર્ચા !!
Advertisement