મળતી માહિતી મુજબ માધ્યમ વર્ગની વિધવા માતાના પુત્રી સંગીતા ભરૂચમાં એક યુવક સાથે મિત્રતા થતા તેની સાથે રહેવા આવી હતી જેની જાણ તેની માતાને થતા તેને શોધી તેને લેવા માટે આવ્યા હતા. પરંતુ સંગીતા એ જણાવેલ કે અમે લગ્ન કરી દીધું છે અને હું અહીંયા જ રહીશ મારી ચિંતા કરીશ નહીં આથી તેની માતા એ તેને ખુબ સમજાવેલ પરંતુ તેમની સાથે ગયેલ નહીં. આમ કરતા છ માસ સુધી વગર લગ્ન એ યુવકનાં પરિવાર સાથે પત્નીની જેમ રહેતી હતી. યુવક કશુ કમાતો નથી જેથી તેના માતા પિતા બંને પણ મોટી ઉંમર હોવા છતાંય કામ કરી પરિવારનું ગુજરાન કરે છે પરંતુ તેઓને હંમેશા ઘર ચલાવવા માટે રૂપિયાની તંગી રહેતી જેથી યુવકે સંગીતાને પણ કામ કરી રૂપિયા કમાવી લાવવા જણાવેલ, સંગીતા એ મમ્મીના ઘરે બહારનું કોઈ કામ કરેલ નહીં જેથી તેની એ જણાવેલ કે તમારી ફરજ છે કે તમે કઈ કામ કરો આમ આખો દિવસ કઈ કામ કર્યા સિવાય ફર્યા કરો છો ઘરડા માતા પિતા કામ કરે છે અને તમે આરામ કરો છો, હું કઈ બહાર નોકરી કે કામ કરવાની નથી જેથી સંગીતાના પતિ એ જણાવેલ કે તારે મારી સાથે રહેવું હોય તો પૈસા કમાવીને આપવા પડશે. હું કોઈ કામ કરવાનો નથી જેનો સંગીતા એ વિરોધ કરતા તેને મારવાનું શરૂ કરવામાં આવેલ અને પૂરતું જમવાનું પણ આપતાં નહીં આવી પરિસ્થિતિમાં તેને મદદ માટે અભયમની યાદ આવી અને પોતાની વ્યથા રજૂ કરી. અભયમ ટીમે સંગીતાના બોય ફ્રેન્ડને સમજાવવાનો પ્રયત્ન કરેલ કે તમે યુવાન છો અને કામ કરી પરિવારની જવાબદારી લેવી પડશે. પરંતુ તેને જણાવેલ કે હું કઈ કામ કરવાનો નથી સંગીતા એ કમાવું પડશે આમ બિન જવાબદારી પૂર્વક વાત કરતા સંગીતા એ જણાવેલ કે મારે તારી સાથે રહેવું નથી અને મારી મમ્મીને ઘરે પણ હવે કેમ કરીને જવું, હું દુનિયામાં ગમે ત્યાં જઈશ. અભયમ ટીમે તેને શાંત પાડી તેના મોટા બેન સાથે સમગ્ર કિસ્સો જણાવતા તેઓએ મમ્મીને સમજાવેલ કે તેઓ સંગીતાને સ્વીકાર કરે, અભયમ ટીમે રૂબરૂ જઈને મમ્મીને સમજાવેલ કે તેઓ વગર લગ્ને સાથે રહે છે એમ જણાવતા તેઓએ સંગીતાને સાથે રાખવા તૈયાર થતા અભયમ ટીમે સંગીતાને તેના મમ્મી સુધી પહોંચાડી હતી. આમ ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું વિચર્યા વગરનું કામ કરવાથી સંગીતાને ખુબ પસ્તાવો થયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ હતી અને આ ભૂલ બદલ મમ્મીની માફી માંગતા મમ્મીએ તેને માફ કરી સાથે રાખી હતી. આવા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે જે ચેતવણી સામાન છે કે પરિવાર વિરુદ્ધ કોઈ પણ નિર્ણય લેતા પહેલા ખુબ વિચારવું નહિ તો પાછળથી પસ્તાવો થાય છે.
ભરૂચ : અભયમ ટીમ દ્વારા યુવતીને યુવકનાં ત્રાસમાંથી મુક્ત કરાઈ.
Advertisement