Proud of Gujarat
FeaturedGujaratINDIA

ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડનાં સૌજન્યથી જીવન જરૂરી કીટ ગરીબ વિધવા બહેનો તથા જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવી.

Share

કોરોના વાયરસ વિશ્વની મહામારીમાં લોકડાઉન અન્વયે ગરીબ મધ્યમવગૅ તથા રોજ લાવી રોજ ખાનારા લોકો તથા વિધવા બહેનોની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે માનવતાના રાહ પર કામ કરતી ડૉ.બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા તેના પ્રમુખ ભાઈ પરેશ મેવાડા તથા સેવાભાવી કાયૅકરો તમામ મુશ્કેલ પરિસ્થિતિમાં સમાજના તમામ જરૂરિયાત લોકોને સહભાગી બનતાં આવ્યા છે, આજે વિશ્વની મહામારી કોરોનાના કારણે ગરીબ વિધવા બહેનો તથા જરૂરિયાત મંદ લોકોને ફિલાટેક્ષ ઈન્ડિયા લિમીટેડના સૌજન્યથી જીવન જરૂરી કીટનું વિતરણ,ભરૂચ શ્રી ચંદુલાલ દેસાઈ છાત્રાલય ખાતે મા.રાજેશભાઈ શમૉ તથા મા.વેણુ વ્યાસ જી સથવારે ,તથા સંસ્થાનાં પ્રમુખ પરેશભાઈ મેવાડા, બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મા.બહેચરભાઈ રાઠોડ, ઈન્સાફ ભરૂચ પ્રમુખ મા.અશોક. મકવાણા,મહિલા કાયૅકરો વૈશાલી બેન ગડરીયા, નીતાબેન બારશાખ વાલા, દિપીકા. પરમાર, સંગીતાબેન.રાણા,યુવાનો કૃણાલ એમ.મેવાડા, વૈભવ નટવરલાલ પરમાર, બિપિન ભીમડા,દેવકુમાર મેવાડા,વગેરેની ઉપસ્થિતિમાં કીટ વિતરણ કરવામાં આવી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાની સગીરાનું ચાર મહિના પહેલા અપહરણ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની જીલ્લાની બેઠક યોજાઇ.

ProudOfGujarat

આજરોજ ભરૂચના ફલશ્રુતિનગર સ્થિત આર.કે.કાસ્ટા ખાતે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરની ઓ.પી.ડી. સેવાનો શુભારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!