:-ગુજરાત રાજ્ય સફાઈ કામદાર યુનિયન દ્વારા ગત સાંજે ભરૂચ ના રેલવે સ્ટેશન ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બદલ લોકસભા ના ખરડાનો”આવકાર સમારોહ”યોજવામાં આવ્યો હતો……
રેલવે સ્ટેશન ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરી બાબા સાહેબ અમર રહો.જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા સ્લોગનો વચ્ચે લોકસભા ના ખરડા નો આવકાર સમારોહ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા…..


