આજરોજ પશ્ચિમ વિસ્તાર ભરૂચ ખાતે ડી.એસ.પી ઓફિસની પાછળનાં ભાગમાં ચાલતા ગવર્મેન્ટ પોલીસ હેડક્વાર્ટરનાં કામની સાઈડ પર મોટા એપાર્ટમેન્ટ બની રહ્યા છે. જેમાં લગભગ 96 કામદારો ફસાઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોને વેતન મળ્યું નથી.જેથી કામદારો નિ:સહાય બની ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી એક ટાઈમ પણ જમવાનું મળતું નથી.જેથી ભૂખે મરવાનો વારો આવ્યો છે.ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા છે અને મારી પાસે પણ રૂપિયા નથી એમ જણાવે છે.50 દિવસ લોકડાઉનને થવા આવ્યા કામદારોને વેતન ના મળવાથી ભૂખે સુઈ જાય છે.આ બાબતની ફરિયાદ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘનાં અધ્યક્ષ અરવિંદસિંહ રાણાને કરતા તેઓને સાંત્વના આપી હતી અને જરૂરી કીટ વિતરણ કર્યું હતું. લોકડાઉનનાં સમયમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ જરૂરિયાતોને મદદ કરી રહ્યા છે.પણ બાબત એ છે કે ગવર્મેન્ટનું કામ છે.સરકાર જાતે જ જાહેરાત કરે છે કે કામદારોને લોકડાઉનમાં વેતન મળવું જોઈએ તો આ ગવર્મેન્ટ કોન્ટ્રકટર વેતન ના આપી કામદારોને અન્યાય કરી રહ્યો છે જે ઘણી ગંભીર બાબત છે.આ કોન્ટ્રાક્ટરે સરકારી જાહેરાતનો ભંગ કર્યો છે.જેથી આવા કોન્ટ્રાક્ટરને સરકારે બ્લેક લિસ્ટમાં મૂકી તેને સજા મળે તે કરવું જરૂરી છે અને વેતન આપે એ પણ જરૂરી છે.વધુમાં આ કામદારો બિહાર તથા અન્ય રાજ્યોનાં હોઈ તેમણે જિલ્લા પ્રશાસનને 4 દિવસ પહેલા બિહાર ટ્રેન મારફતે જવા માટે પોતાના આધારકાર્ડ સાથે ફોર્મ ભરીને પણ આપેલા છે.તેનું પણ હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી.તો જ્યાં સુધી ટ્રેનની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી જિલ્લા પ્રશાસન પણ આવા કામદારોને જમવાનું પૂરું પાડે જે જરૂરી છે.નહીં તો ભૂખથી કામદારો મોતનાં મુખમાં ધકેલાય જાય તેનો જવાબદાર કોણ ? જેથી જિલ્લા પ્રશાસન પણ આ બાબતે આગળ આવી ઘટતું કરે જે જરૂરી છે.અરવિંદસિંહ રાણા અધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ.
ભરૂચ : કોન્ટ્રાકટર કામદારોને પગાર ન ચૂકવતા હાલત કફોડી બની, ઉઠયા વિરોધનાં શૂર…જાણો વધુ.
Advertisement