ભરૂચ જિલ્લામાં ખાનગી તેમજ સરકારી હજારો ઉદ્યોગો આવેલા છે,કર્મચારીઓ તથા કામદારો થકી આ ઉદ્યોગો સારો એવો નફો કરે છે, હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે જેના કારણે લોક ડાઉનની સ્થિતિમાં અનેક કર્મચારીઓ કામ ઉપર જઇ શક્યા નથી. જેના કારણે કંપની સંચાલકો અધિકારીઓ સાથે મિલી ભગત કરી સરકારના નીતિ નિયમોને ધોળીને પી જઈ કર્મચારીઓમાં ૫% થી ૨૫% નો કાપ મૂકી દીધેલ છે જેના કારણે કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓએ લેબર કમિશનર સમક્ષ રજૂઆત કરી લોક ડાઉન પહેલાનાં બે માસનાં પગારની સરખામણીએ પગાર ચૂકવવવામાં આવે છે કે નહીં તે બાબતની તપાસ કરવા સાથે જો મામલે કોઇ ઢીલાશ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
Advertisement