ભરૂચ અને નર્મદા જિલ્લામાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે, સાંસદે જણાવ્યું છે કે બીટીપી તેમજ કોંગ્રેસ ગઠબંધન વાળી તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ગુજરાત પેટન તેમજ અન્ય વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતું હોવાના આક્ષેપ કર્યા છે, પત્રમાં અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ વચેટીયાઓ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ ભરૂચ,નર્મદા જિલ્લામાં લોક ડાઉનનાં સમયમાં ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન મળ્યા હોવાનું પત્રમાં ઉલ્લેખ છે. તેમજ સાંસદ મનસુખ વસાવાએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ કરી છે, સાંસદનાં પત્રને લઈ અનેક સવાલ ઉભા થયા છે જેમાં ખુદ રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં છે એવામાં અધિકારીઓ જ ખુદ ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપથી ખળભળાટ મચ્યો છે.
Advertisement