-ભરૂચ ના કસક વિસ્તારમાં રહેતા મકસુદ ભાઈ કારા સામાન્ય રીતે પેસેન્જર મારુતિ વાન ચલાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હતા ..તેઓના ધંધાકીય કાર્ય દરમિયાન તેઓએ અનેક લોકો ને મેડિકલ ને લગતી મુશ્કેલીઓમાં જોયા છે…મકસુદ ભાઈ એ તેઓના જીવન માં લોકો ની મદદ કરવાની ભાવના ઉપજાવી અને એક અનોખા સમાજ સેવા કાર્ય ની શરૂઆત કરી છે…..
મકસુદ ભાઈ કારા એ પ્રથમ તો તેઓ ની પેસેન્જર મારુતિવાન ને એમ્બ્યુલન્સ માં તબદીલ કરી દીધી અને બાદ માં તેઓએ એક આમલેટ ની લારી ઉભી કરી એક અનોખી સમાજ સેવાના કાર્યની શરૂઆત કરી હતી..જેમાં આમલેટ ની લારી નો જે દિવસઃ દરમિયાન વકરો થશે તે વકરો દિવસઃ દરમિયાન શહેર ના માર્ગો ઉપર ફરતી એમ્બ્યુલન્સ ના ખર્ચ માં કરવામાં આવશે અને લોકોને મેડિકલ ઇમરજન્સી દરમિયાન મુશ્કેલીઓ નો સામનો ન કરવો પડે તે માટે ૨૪ કલાક લોકો માટે મફત માં એમ્બ્યુલન્સ સેવા આપવાની એક અનોખી પહેલ કરી હતી…..
હાલ મકસુદ ભાઈ કારા ની આ અનોખી સામાજીક પહેલ ને લોકો બિરદાવી રહ્યા છે અને સમાજ સેવા ના આ પ્રકાર ના કાર્ય ની શરૂઆત કરવા બદલ અભિનંદન પણ આપતા નજરે પડી રહ્યા છે..એટલે કે હવે થી શહેર માં વસતા દરેક ધર્મ ના લાખ્ખો લોકો મકસુદ ભાઈ ની ફ્રી એમ્બ્યુલન્સ ની સમાજ સેવા નો લાભ તેઓને સંપર્ક કરી લઇ શકે છે…..