GVK EMRI 108 ઈમરજન્સી સેવા દ્વારા આજરોજ તારીખ 12.5.2020 ના રોજ ઝઘડિયા પી.એચ.સી ખાતે નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. હમણાં ચાલી રહેલ કોરોના રૂપી મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ કહેવાય તેવા સ્ટાફ નર્સ તેમજ ડોક્ટરને ફૂલ આપી અને ચોકલેટથી મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્યરત EMT મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રી આરોગ્ય સંજીવનીના સુપરવાઇઝર સચિન સુથાર તેમજ ભરૂચ જિલ્લાના 108 સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરએ તમામ PHC ના સ્ટાફ નર્સ તેમજ 108 ના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Advertisement