હાલ તો દેશભરમાં કોરોના વાઇરસની મહામારીને પગલે 15 માર્ચથી દેશભરમાં લોક ડાઉન થવાના કારણે તમામ કામ ધંધાઓ ઉદ્યોગો, શાળા-કોલેજો, ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ છે ત્યારે હાલ તો તમામ પરિવારજનોને બે સમયનું જમવાનું મુશ્કેલ બન્યું છે. મિડલ ક્લાસ ફેમિલીની હાલત કફોડી બની છે કારણ કે મિડલ ક્લાસ પરિવારોમાં રીક્ષા ચાલકો, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારો, કર્મચારીઓ અને રોજ કમાઇને ખાનારા લોકોનું હાલ તો 44 દિવસથી લોક ડાઉનને પગલે તમામ મૂડી ખર્ચાઈ ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લાનાં ઉદ્યોગોમાં કામ કરતા લોકો પણ ઘરે બેઠા છે. તેવા સમયે તેમનાં બાળકોની શાળાઓમાંથી શાળાની ફી ભરી જવાનાં મેસેજ કરવામાં આવી રહ્યા છે ફોન કરવામાં આવી રહ્યા છે અને તમારા બાળકોની ફી ભરી જવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. ત્યારે હાલ ગરીબ બનેલા લોકો અને કામ ધંધા વિનાના બનેલા લોકો પોતાના બાળકની શાળા-કોલેજોની ફી કેવી રીતે ભરી શકશે એ મોટો પ્રશ્ન ઊભો થતાં આજરોજ ભરૂચ જિલ્લા એન.એસ.યુ આઈ.ના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી ખાનગી શાળા, કોલેજોના સંચાલકો માફ કરે તેવી રજૂઆત કરી છે અને આ અંગેની જાણ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમાને પણ કરી છે અને ફી માફીની માંગણી કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી ખાનગી શાળા, કોલેજોના સંચાલકો માફ કરે તેવી રજૂઆત કરી છે.
Advertisement