ભરૂચ જિલ્લો કોરોનાથી મુક્ત થવા માટે મથામણ કરી રહ્યું છે છેલ્લા ત્રણ દર્દીઓને રજા આપ્યા બાદ ભરૂચ જિલ્લો ઓરેન્જ ઝોનમાંથી નીકળીને ગ્રીન ઝોનમાં આવે તેના માટેની મથામણ ચાલતી હતી ત્યાં જંબુસરનો યુવાન સુરતથી આવતા આવતા તેનો મેડિકલ ચેકઅપ કરાવતા તેનું કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. હજી તો લોકો ભરૂચ જિલ્લાને કોરોના મુક્ત થાય તે માટેની રાહ જોતા હતા ત્યાં આજરોજ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના રૂપનગર ખાતે એસ.આર.પી. હેડ ક્વાર્ટર્સમાં રહેતા બે જવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો જેને લઇને જિલ્લાનું તંત્ર દોડતું થઇ ગયું હતું મળેલી વિગતોમાં રૂપનગરમાં રહેતા અને અમદાવાદમાં ફરજ બજાવતા અશોક પટેલ અને પ્રિયવદન વસાવા બંને જણા અમદાવાદથી ફરજ નિભાવી વાલીયા રૂપનગર ખાતે આવ્યા હતા ત્યારે તેઓના મેડિકલ ચેકઅપમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બંને ડાયાબિટીસના પેશન્ટને છે એવું પણ જાણવા મળે છે જ્યારે કે રૂપનગર વિસ્તારને તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર દ્વારા સંક્રમિત વિસ્તાર જાહેર કરી તેમાં પોલીસ પહેરો બેસાડી દીધો હતો. તેમજ તેઓના સંપર્કમાં આવ્યા હતા તેઓની હિસ્ટ્રી કાઢી તેમને પણ હોમ કોરન્ટાઈન કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. આમ માંડ માંડ ભરૂચ જિલ્લો કોરોનાથી મુક્ત થવાની તૈયારી કરતો હોય છે ત્યારે કોઈકને કોઈક કેસ આવી જતા જિલ્લાના લોકો હવે ભરૂચ જિલ્લા કોરોના મુક્ત થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.
અમદાવાદ ખાતેથી એસ.આર.પી.માં ફરજ બજાવતા બે જવાનો વાલિયા ખાતે રૂપનગરમાં આવતા મેડિકલ ચેકઅપ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.
Advertisement