લોક ડાઉન વચ્ચે સરકાર દ્વારા રાહતના સમાચાર સામે આવ્યા છે,આગામી 12 તારીખથી દેશના અલગ અલગ ભાગમાં જોવા મળશે ટ્રેન દોડતી. નવી દિલ્હી સ્ટેશનથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી સુધી એમ 15 ટ્રેન સર્વિસ શરૂ થશે. આ તમામ પેસેન્જર ટ્રેન AC કોચ ધરાવતી હશે અને મર્યાદિત મુસાફરો સાથે દોડશે. ટ્રેનનું ભાડું આશરે રાજધાની ટ્રેનના ભાડાં જેટલું હશે તેવું જાણવા મળી રહ્યું છે.જેનું બુકીંગ ઓન લાઈન કરાવવાનું રહશે.
Advertisement