Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉન વચ્ચે મહાનગરોમાં ફસાયેલા ગ્રામિણ શ્રમિકોની કફોડી હાલત.

Share

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે ભારતમાં દેશવ્યાપી લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશને કોરોનાથી સંક્રમિત થતો બચાવવા લોકડાઉન જરૂરી પણ છે જ.પરંતુ લોકડાઉન વચ્ચે મહાનગરોમાં ફસાયેલા હજારો શ્રમિકોની હાલત ફફોડી બની છે.લાંબા સમયથી દુર દુરથી રોજગારી માટે શ્રમિકો મહાનગરોમાં આવતા હોય છે.ગુજરાતનાં કેટલાક જિલ્લાઓનાં તેમજ ગુજરાત બહારના પણ હજારોની સંખ્યામાં શ્રમિકો મોટા શહેરોમાં રોજગાર માટે આવતા હોય છે.દક્ષિણ ગુજરાતનાં મહાનગર સુરતમાં પણ ગુજરાત તેમજ બહારથી આવતા પરપ્રાંતિય શ્રમિકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં હોય છે.લોકડાઉન થયુ ત્યારે થોડો સમય તો આ શ્રમિકોએ જેમતેમ કરીને ચલાવ્યે રાખ્યુ.પરંતુ ત્યારબાદ બેકારીનાં ભરડાએ ભુખમરો વેઠવાનો વારો આવતા આવા શ્રમિકોની હાલત ફફોડી બની છે.અત્યાર સુધીમાં કેટલાય શ્રમિકો કે જેઓને નાના બાળકો સાથે પગપાળા વતનની વાટ પકડવાની નોબત આવી હોય એવી વાતો પણ સામે આવી છે.આવા શ્રમિકોમાં ગુજરાત બહારના મધ્યપ્રદેશ તરફના શ્રમિકો પણ હોય છે.તાજેતરમાં સુરતથી વતનમાં જવા પગપાળા નીકળેલા કેટલાક શ્રમિકો ધોરિમાર્ગ પર જતા દેખાયા ત્યારે તેમની હાલત સાચે જ દયનિય જણાતી હતી. લોકડાઉનમાં બેકારી વચ્ચે ભુખમરાની હાલત થતા આવા શ્રમિકો મુસાફરીના જરૂરી નાણાંના અભાવે ના છુટકે બાળકો સાથે સામાન ઉંચકીને વતનમાં જવા પગપાળા પ્રવાસ કરતા હોય છે.આવા જ એક શ્રમિકના જણાવ્યા મુજબ તેઓ સુરતથી મધ્યપ્રદેશ પોતાના વતનમાં પગપાળા જઇ રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આવા શ્રમિકો જ્યાં કામ કરતા હોય છે તે લોકોની ફરજ નથી બનતી કે તેઓ તેમને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરે? પોતાને ત્યાં કામ કરાવતા કંપની માલિકો કે અન્ય જવાબદાર વ્યક્તિઓ આવા શ્રમિકોને પોતાના વતનમાં પહોંચાડે એવી એમની ફરજ ના ગણાય? કે પછી માનવતા પણ મરી પરવારી છે?નગરપાલિકા કે મહાનગરપાલિકાઓએ પોતાના વિસ્તારમાં રહેલા બહારના શ્રમિકો જે જગ્યાએ કામ કરતા હોય ત્યાંના જવાબદારોને આ માટે તેમની ફરજનું ભાન કરાવવું જોઇએ અને તાકીદે આ બાબતે અસરકારક નિયમ બનાવાય તે જરૂરી છે. અંકલેશ્વરથી રાજપીપલાના ધોરીમાર્ગ પર અત્યારસુધી લાખોની સંખ્યામાં પગપાળા જતા શ્રમિકો જણાયા છે.જોકે કેટલાકને ઘણા સેવાભાવી માણસો દ્વારા વાહનોમાં બેસાડીને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાતી હોય છે.લોકડાઉન વચ્ચે ફસાયેલા શ્રમિકોને વતનમાં પહોંચાડવા ઓનલાઇન અરજીની સુવિધા કરવામાં આવી છે.પરંતુ જરૂરી સમજના અભાવે હજારો શ્રમિકો પગપાળા પ્રવાસથી વતનની વાટ પકડી રહ્યા હોવાની વાતો જાણવા મળી છે.પગપાળા પ્રવાસ કરતા આવા શ્રમિકો જ્યાં જ્યાંથી પસાર થતા હોય છે ત્યાં રસ્તામાં પોલીસ સ્ટેશનો તાલુકાના અધિકારીઓની કચેરીઓ તેમજ અન્ય કચેરીઓ મળી કેટલી સરકારી કચેરીઓ આવતી હશે?આ બધા સરકારી બાબુઓને આવા શ્રમિકો નહિ દેખાતા હોય? આવા તો ઘણા બધા સવાલો વચ્ચે શ્રમિકોની દયનિય મજબુરી જાણે દબાઇ જતી દેખાઇ રહી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

ભરૂચ : બે વર્ષ પછી નબીપુરમાં મસ્જિદો અને દરગાહ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ ખોલાતા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાળુઓ ખુશખુશાલ.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યાં વોર્ડ નંબર 4 નાં મતદારોને વોર્ડ નંબર 6 સમાવેશ કરતાં વકીલ દ્વારા કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

ગિફ્ટેડ-૩૦ ની પ્રવેશ પરીક્ષા યોજાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!