ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લાનાં જરૂરિયાતમંદ પરપ્રાંતિયો લોકોને રેલ્વે ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે. આજે અસંખ્ય લોકોને ભાડું ચૂકવવામાં આવ્યું. જયારે કેટલાંક લોકો આ સેવાકીય કામગીરી અંગે બિન પાયેદાર અને ગેરજવાબદારી ભર્યા નિવેદનો કરી લોકોમાં ગેરસમજ ઊભી કરી નિંદનીય કામગીરી કરી રહ્યા છે. દેશભરમાં લોક ડાઉનનાં ત્રીજા રાઉન્ડમાં સરકારે લોકોને પોતાનાં વતન જવાની છૂટ આપી જેને લઈને લોકો દ્વારા પોતાનાં વતન જવાની વાટ પકડી હતી. જયારે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા ગરીબ જરૂરિયાતમંદ લોકોને વતન જવા જીલ્લા કોંગ્રેસ સમિતિઓ ભાડું ચૂકવે જેને લઈને રાષ્ટ્રીય અગ્રણી સાંસદ સભ્ય અહેમદભાઈ પટેલ દ્વારા ગુજરાતનાં તમામ જિલ્લા કોંગ્રેસ સભ્યને પરપ્રાંતિયો, જરૂરિયાતમંદ લોકોને વતન જવા રેલ્વે ભાડું અને નાસ્તાની વ્યવસ્થા કરવાની સૂચના આપતા ભરૂચ જીલ્લામાંથી હજારો પરપ્રાંતિયો શ્રમિક લોકોનું રેલ્વે ટ્રેનનું ભાડું રોકડમાં જીલ્લાનાં કોંગ્રેસ અગ્રણીઓ ચૂકવી રહ્યા છે. ભરૂચ જીલ્લામાંથી હમણાં સુધીમાં 3 હજાર કરતાં વધુ લોકોનાં રેલ્વે ભાડાં કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂકવવામાં આવ્યા છે. જયારે આજે પણ અસંખ્ય લોકો ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય પર ભાડું લેવા ઉમટીયા હતા. જયાં તેમને કાર્યાલયમાંથી ભાડું ચૂકવવામાં આવ્યું હતું. જયારે બે-ત્રણ દિવસથી રાષ્ટ્રીય નેતા અહેમદભાઇ પટેલ અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકોને મદદ કરવામાં આવી રહી છે. તેના વિશે કેટલાંક રાજકીય આગેવાનો બિન પાયેદાર અશોભનીય નિવેદન કરી રહ્યા છે. આ લોકોનાં નિવેદનોએ સમાજ વચ્ચે તિરાડ પાડનારા છે. એક તો ગરીબોને મદદ કરવી નથી અને ઉપરથી મદદ કરવાવાળાની નિંદા કરીને પોતાની હિન માનસિકતા છતી કરી રહ્યા છે. આવી હિન માનસિકતાથી કોંગ્રેસનાં આગેવાનો પીછેહટ કરશે નહીં. કોંગ્રેસ હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરશે અને કરતી રહેશે. ખોટા ભ્રામક નિવેદનો હિન નિવેદનો કરનારાઓ ભલે નિંદા કરે ખોટો પ્રચાર કરે કોંગ્રેસ પીછે હટ કરશે નહીં તેમ એક અગ્રણીએ વાતચીતમાં જણાવ્યુ હતું.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોની જરૂરિયાતનાં હિસાબે રેલ્વે ભાડાં ચૂકવાઇ રહ્યા છે.
Advertisement