ભરૂચ જિલ્લાનાં જંબુસર, હાંસોટ, વાગરા અને ભરૂચ શહેરનાં કુલ 1201 જેટલા શ્રમિકોને વિશેષ ટ્રેન મારફતે આજે બપોરે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તેઓના વતન ખાતે મોકલવામાં આવ્યા હતા.
લોક ડાઉનમાં છેલ્લા ઘણા સમયથી આ શ્રમિકોની હાલત કફોડી બની હતી અને તેઓ પોતાના વતન જવા માટે તલપાપડ થયા હતા. જે બાદ તંત્રને જાણ કરવામાં આવતા તમામ શ્રમિકોને યુ.પી નાં ગોંડા સુધી વિશેષ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવ્યા હતા.
Advertisement