ભરૂચ જીલ્લામાં ત્રીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તમામ તહેવારો ઉપર રોક લાગી ગઈ છે. ત્યારે ગૌતમ બુદ્ધની જન્મ જ્યંતી નિમિત્તે લોકોએ પોતાના ઘરે જ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ગૌતમ બુદ્ધને ફુલહાર અર્પણ કરી તેઓનાં વિચારો રજુ કરવામાં આવ્યા હતા. ભરૂચનાં નારાયણ નગર- 4 માં રહેતા અને બામસેફનાં પૂર્વ ઉપાધ્યક્ષ બેચરભાઈ રાઠોડનાં ઘરે બુદ્ધ પૂર્ણિમા નિમીત્તે ગૌતમ બુદ્ધની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવા સાથે તેઓના વિચારો રજુ કરવામાં આવ્યા હતા
અને તેઓએ સમાજલક્ષી કેવા કાર્યો કરવામાં આવ્યા છે તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.જેમાં બામસેફ મંડળ,ઈન્સાફ મંડળ,ડૉ.બાબા સાહેબ આંબડેકર યુવા ઉરઠાં સંસ્થા સહીતનાં વિવિધ મંડળોનાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ગૌતમ બુદ્ધની પ્રતિમાને ફુલહાર કરી બુદ્ધની જન્મ જ્યંતીની ઉજવણી કરી હતી.
વિશ્વ શાંતિ દૂત, આધુનિક સાયન્સ યુગના પ્રણેતા તથા ગૌતમ બુદ્ધજીનાં જન્મદિવસે ફૂલહાર તથા બુદ્ધ વંદનામાં મા.મોહનભાઈ પરમાર, પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ બામસેફ, મા.પરેશભાઈ મેવાડા, પ્રમુખ ડૉ.બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા,મા.નટવરલાલ પરમાર,મા.મગનભાઈ.પરમાર, મા.અશોક મકવાણા પ્રમુખ ઈન્સાફ ભરૂચ, મા.દિપકભાઈ મકવાણા યુવા સંગઠન ઈન્સાફ ભરૂચ, તથા મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચમાં બુદ્ધ પૂર્ણિમાની લોકડાઉન વચ્ચે પોતાના ઘરે જ લોકોએ કરી ઉજવણી.
Advertisement