ભરૂચ જિલ્લો હાલ તો કોરોના વાયરસથી મુક્ત થયો છે પરંતુ હજુ પણ લોક ડાઉન અને 144 ની કલમ લાગુ છે ત્યારે ભરૂચ શહેર-જિલ્લામાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં શહેરમાં સવારે સાત વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા તેમજ અન્ય કામ માટે લોકો મોઢા ઉપર માસ્ક પહેરી તેમજ સામાજિક અંતર રાખી કામગીરી કરી શકશે. જોકે હાલ તો દુકાનો ઉપર અને બેંકો પર સોશિયલ ડિસ્ટન્સનો અમલ થતો નથી. જ્યારે ભરૂચ શહેરનાં લાલ બજાર વિસ્તારમાં આવેલ મોટી પોસ્ટ ઓફિસમાં આજે સામાજિક અંતરનાં ધજાગરા ઉડાડયાં હતા. લોકો લાઈનમાં ઉભા હતા પરંતુ એક ફૂટનું પણ અંતર રાખ્યું ન હતું લોકો એકબીજાની નજીક જ ઊભા રહીને લાંબી લાઇન લગાવી હતી ત્યારે પોસ્ટ ઓફિસની અંદર પણ આવા જ હાલ હતા તો હવે જિલ્લાનું તંત્ર સામાજિક અંતર માટે પોસ્ટ ઓફિસમાં પોલીસ મોકલી સામાજિક અંતર જાળવે તે જરૂરી છે.
Advertisement