ગત તારીખ ૮ એપ્રિલનાં રોજ ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનાં પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા બાદ આંકડો ૨૫ ને પાર પહોંચ્યો હતો, જેમાં બે દર્દીઓનાં મોત પણ થયા હતા, ગત રોજ કોવિડ ૧૯ હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓ સાજા થયા અને તેઓને રજા અપાતા જિલ્લાનાં તમામ પોઝિટિવ દર્દીઓ સાજા થયા હતા અને કોરોના મુક્ત જીલ્લો થયો હતો, દર્દીઓ સાજા થતા લોકોમાં ચર્ચાઓ ચાલી હતી કે હવે ભરૂચ જિલ્લાને ઓરેંજ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવશે, પરંતુ હજુ ભરૂચીઓએ ૨૧ દિવસ સુધી રાહ જોવી પડશે, તંત્રની પ્રોસેસ મુજબ ૨૧ દિવસ સુધી જો કોઈ પોઝિટિવ કેસ જિલ્લામાંથી સામે નહિ આવે ત્યારબાદ જિલ્લાના લોકો માટે ગ્રીન સિગ્નલ કોરોના મહામારી વચ્ચેથી મળી શકે છે,આમ હજુ લોકોએ કોરોના સામેની પોતાની લડત ચાલુ રાખી સજાગતા સાથે સુરક્ષિત રહેવાની જરૂર છે.
Advertisement