Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોની પડખે કોંગ્રેસ આવી, ટીકીટ દર તેમજ ફૂડ પેકેટ માટે વહેંચવામાં આવ્યા રોકડ રૂપિયા,જાણો વધુ.

Share

કોરોના મહામારીને લઇ દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે, જેને લઇ હજારો શ્રમિકોની હાલત કફોડી બની છે, શ્રમિકો તંત્ર પાસે પોતાના વતન જવાની ગુહાર લગાવી રહ્યા છે તેવામાં તેઓ પાસે ટીકીટનો દર પણ ઉઘરાવવામાં આવી રહ્યો છે. શ્રમતી સોનિયા ગાંધી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ દ્વારા લોક ડાઉનમાં વતન જવા માંગતા શ્રમિકો માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને મદદ કરવા આહવાન કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રમિકો માટે કાર્યાલયના દ્વાર ખુલ્લાં મૂક્યા છે અને તેઓને ટીકીટનાં દર ૬૫૦ તેમજ ફૂડ પેકેટ માટેનાં ૩૦૦ રૂપિયા વ્યક્તિ દીઠ આપવામાં આવી રહ્યા છે. આજરોજ સવારે શહેરના કાળી તલાવડી વિસ્તારમાં કોંગી આગેવાનોએ ૮૦ થી વધુ શ્રમિકોને રૂપિયાનું વિતરણ કરી તેઓના વતન હસી ખુશીથી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચારને લઈ ભરૂચના ધારાસભ્યનું નિવેદન…જાણો શું?

ProudOfGujarat

અંકલેશ્વરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દા માલ પર હાથફેરો કરી ફરાર

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ સહિતની કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!