ભરૂચ જીલ્લામાં આવેલ દારૂલ ઉલૂમ મદ્રસામાં ભણતાં 1250 જેટલાં વિદ્યાર્થીઓની મદદે સાંસદ અહેમદ પટેલ આવ્યા હતા. તેઓની રજુઆતથી આજે વિશેષ ટ્રેન થકી બિહાર સહિતનાં વતન જવા રવાના થયા હતાં. કોરોના વાઇરસની મહામારીને પગલે તમામ વાહન વ્યવહાર સહિતનાં કામ ધંધાઓ ઠપ્પ થઈ ગયા હતાં. જયારે ભરૂચ જીલ્લામાં હજારો લોકો પોતાનાં વતન જવા માટે અટવાયા હતાં. આ દરમ્યાન ત્રીજા તબક્કાનાં લોક ડાઉનમાં લોકોને વતન જવાની છૂટ આપાતા આ મામલે ભરૂચ જીલ્લામાં આવેલ વિવિધ દારૂલ ઉલૂમ મદ્રસાઓમાં બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશનાં અસંખ્ય વિદ્યાર્થીઓ ફસાયા હતા. આ મામલે રાષ્ટ્રીય નેતા અને સાંસદ સભ્ય અહેમદભાઇ પટેલને જાણ કરતાં તેમણે કેન્દ્ર સરકારમાં આ મામલે રજુઆત કરી હતી. જેને લઈને આજે ભરૂચનાં કંથારીયા સહિત દારૂલ ઉલૂમનાં લગભગ 1250 જેટલા વિદ્યાર્થીઓને વિશેષ ટ્રેન દ્વારા આજે તેઓને બિહાર તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા. જયારે આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સલિમભાઈ ફાંસીવાળા, DYSP વાધેલાની આગેવાની અને તેઓની વ્યવસ્થા હેઠળ વિદ્યાર્થીઓને સામાજિક અંતર વચ્ચે રવાના કરવામાં આવ્યા હતા.
ભરૂચનાં વિવિધ દારૂલ ઉલૂમ મદ્રસામાં ભણતાં 1250 જેટલાં વિદ્યાર્થીઓને વિશેષ ટ્રેન થકી વતન મોકલ્યા.
Advertisement