ભરૂચ જિલ્લાનાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ જુના APMC માર્કેટને અચાનક બંધ કરી દેવાના આદેશથી, કેટલાય પશ્ચિમ વિસ્તારનાં હજારો લોકો બેરોજગાર બન્યાં હતાં. તે સમયે ભરૂચ જિલ્લાની પ્રજાની જરૂરિયાત પૂરી કરવા માટે વડદલા ખાતે બનેલ APMC માં સ્થળાંતર કર્યું હતું, આ સ્થળાંતર કરવાનું કારણ ફક્ત એક જ દર્શાવવામાં આવ્યું હતું કે, કોરોના વાઇરસ નામની ચેપી બીમારી સામે રક્ષણ મેળવવા માટે સામાજિક અંતર ત્યાં જળવાઈ રહે. પરંતુ કાગડાં બધે જ કાળા એમ વડદલા APMC ખાતે પણ બીજા જ દિવસે, પશ્ચિમ વિસ્તાર કરતા વધુ ભીડ અને કાયદાનું ઉલંઘન વડદલા ખાતેની APMC માર્કેટમાં નજરે પડયું હતું. હવે સમજમાં એ નથી આવતું કે વડદલા ખાતે APMC માં મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવા છતાં, કયાં રાજકીય દબાણ હેઠળ તત્કાલ ધોરણે સ્થળાંતર કરવાનો આદેશ પાસ કરવામાં આવ્યો હતો. આજરોજ ભરૂચ જિલ્લાનાં સામાજિક કાર્યકર “અબ્દુલભાઈ કામથી” દ્વારા ભરૂચ જિલ્લાનાં જૂના પશ્ચિમ વિસ્તાર આવેલ APMC માર્કેટને શરૂ કરવા માટે, ભરૂચ જિલ્લા કલેકટર સાહેબ, “APMC ચેરમેન અરૂણસિંહ રાણા” ભરૂચ SP ચુડાસમા સાહેબ, અને “મુખ્મંત્રીશ્રી વિજય રૂપાણી” નાં તમામ અધિકારીઓ ઓનલાઇન આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂના APMC માર્કેટને ચાલુ કરવામાં આદેશ આપવામાં આવે જેથી, બેરોજગાર બનેલ તમામ લોકોને રોજગારી મળી રહે.
ભરૂચ જિલ્લામાં જુના APMC માર્કેટને ચાલુ કરવા માટે ફરીવાર આવેદનપત્ર આપવામાં આવ્યા.
Advertisement