હાલ ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થઇ ગઈ છે તાપમાનનો પરો 42 ને પાર કરી ગયો છે ત્યારે ભરૂચ શહેરનાં અનેકો વિસ્તારોમાં પાણી પુરવઠો નિયમિત આપવામાં આવતો નથી કેટલીક જગ્યાએ પૂરતા પ્રેસરમાં પાણી નહિ આવતા લોકોના ઘરોમાં પાણી પહોંચતુ નથી તેવી લોક બુમ ઉઠવા પામી છે. હાલ લોકડાઉનનાં નિયમો લાગુ છે સાથે રમઝાન માસ પણ ચાલી રહ્યો છે માટે લોકોને નિયમિત પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળે તે અત્યંત જરૂરી છે આથી મારી નમ્ર અરજ છે કે ભરૂચ શહેરનાં તમામ 11 વોર્ડ વિસ્તારોમાં આપ જાત તપાસ કરાવો જ્યાં ટાંકીનાં વાલ્વ કે પંપ ખરાબ છે ત્યાં બદલવામાં આવે તેમજ જ્યાં પાઇપો બદલવાની જરૂર છે ત્યાં પાઇપો બદલવામાં આવે તેમજ જે ટાંકી પર લોડ વધારે છે તે ટાંકી પરથી લોડ ઓછું કરી બીજી ટાંકી પર કનેકશન ટ્રાન્સફર કરવામાં આવે તેવી સૂચના આપી કામગીરી ઝડપી કરવામાં આવે તેવી માંગ છે માટે ગરમીને ધ્યાનમાં લઇ પાણી પુરવઠો નિયમિત થાય તેમ કરશો. નગરપાલિકાનાં સભ્યો અને જે તે વિસ્તારમાંથી સ્થાનિકો દ્વારા આવતી પાણી માટેની ફરિયાદો પર ધ્યાન આપી ઝડપી નિરાકરણ લાવશો.
ભરૂચ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો નિયમિત ન મળતા વિપક્ષ દ્વારા મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી.
Advertisement