Proud of Gujarat
FeaturedGujaratINDIA

જાયન્ટસ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

Share

તા.૪-૫-૨૦૨૦ નાં રોજ જાયન્ટસ ગ્રુપ ઓફ ભરૂચ બ્રાન્ચ ૩A, યુનિટ-૪ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન સેવાશ્રમ ખાતે આવેલ રેડ ક્રોસ બ્લડ બેંકમાં કરવામાં આવ્યું હતું. જાયન્ટસ ગ્રુપનાં સભ્યો તેમજ અન્ય રક્તદાતાઓએ પણ આ શિબિરમાં રક્તદાન કરી દેશ પ્રત્યેની ફરજ અદા કરી હતી. આ શિબિરમાં ૬૫ (65)જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતાં. લોકોએ ઉત્સાહભેર આ શિબિરમાં ઉપસ્થિત રહી સભ્યોનો ઉત્સાહ વધારી સંસ્થાની ગરિમાને ઉજાગર કરી હતી.ગ્રુપનાં પ્રમુખ જગદીશ ભાવસારને અન્ય સભ્યોએ હાજર રહી તેમના ઉત્સાહને બેવડાવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ ખાસ ઉપસ્થિત રહી જાયન્ટસ ગ્રુપનાં આ કાર્યને બિરદાવી ભવિષ્યમાં આવા સમાજ ઉપયોગી કાર્યો કરવા જ્યાં જરૂરત હોય ત્યાં હાજર રહેવાનું આશ્વાસન આપ્યું હતું. રેડ ક્રોસ બ્લડ બેંકના ડૉ. ખિલવાણી તેમજ તેમનાં સ્ટાફે આ શિબિરમાં સેવા બજાવી તેમની ફરજ અદા કરી હતી. સમગ્ર દિવસ દરમ્યાન રક્તદાતાઓ તેમના અનુકુળ સમયે આવીને રક્તદાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા પાલિકા સફાઈ કામદારો હવે સ્વચ્છતા સૈનિક તરીકે ઓળખાશે.સર્વાનુમતે લેવાયેલો નિર્ણય…

ProudOfGujarat

ભરૂચ માં વહેલી સવાર થી વરસાદી માહોલ-ઝરમર અને ઝાપટાઓ વચ્ચે વાતવરણ માં ઠંડક પ્રસરી….

ProudOfGujarat

તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામેથી કોરોના પોઝીટીવ દર્દી કોવિડ કેર સેન્ટરમાંથી બહાર નીકળી જાહેરમાં ફરતો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!