હાલ લોક ડાઉનનો ત્રીજો તબકકો શરૂ થઈ ગયો છે વધુ 14 દિવસ લોકોને ઘરમાં જ બેસી રહેવા મજબુર થવું પડશે. કામ ધંધા નથી ત્યારે ઘરમાં રહીને જીવન જીવવાનું મુશ્કેલ બનશે તેવી પરિસ્થિતી ઊભી થઈ હતી. જયારે લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહેતાં ગણેશ સુગર ફેકટરીનાં ચેરમેન સંદીપ માંગરોલા દ્વારા આજે ભરૂચ શહેરનાં આલી ડીગીવાડનાં માતરીયા તળાવ વિસ્તારનાં ખરી ફળિયામાં જરૂરિયાતમંદ લોકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શહેરનાં અનેકો વિસ્તારમાં મફત સેનેટાઈઝર પણ છંટકાવ કરવામાં આવ્યું છે. જયારે આજે ગરીબોને અનાજ વિતરણ કરી માનવ સેવાનો ધર્મ નિભાવ્યો છે આ પ્રસંગે યુવા અગ્રણી ધીરેન કટારીયા પણ સાથે રહ્યા હતા.
Advertisement