ભરૂચની ખીદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા હાલમાં ચાલતા લોકડાઉનમાં ગરીબો માટે ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. માનવસેવાના ઉદ્દેશથી રચાયેલ “ખીદમતે ખલ્ક” ચેરટીબલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરતમંદો માટે જરુરી મદદનાં રૂપે ભોજન અને ફુડ કીટસનું વિતરણ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ૮૦૦ થી ૯૦૦ જેટલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામા આવે છે.વળી હાલમાં લોકડાઉનને લઇને લોકોના ધંધા રોજગાર બંધ છે ત્યારે ગરીબ જનતા આવક વિના મુશ્કેલી અનુભવતી દેખાય છે.ત્યારે સંસ્થા દ્વારા જરુરત મંદોને ફુડ કીટસનું વિતરણ કરવામાં આવે છે.હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલે છે ત્યારે રોજા ઇફતારી માટે ફળ તેમજ અન્ય જરુરી વસ્તુઓ જરુરિયાતવાળી વ્યક્તિઓના ઘેર પહોંચાડવામાં આવે છે.સંસ્થાના આ સેવા કાર્યમાં મદદરુપ થવા ભરૂચના કેટલાક સેવાભાવી યુવાનો દ્વારા સોસિયલ ડિસ્ટન્સ અને જાહેરનામાના નિયમો જળવાય તે રીતે યોગદાન આપવામાં આવે છે.સંસ્થા દ્વારા એચએમપી ફાઉન્ડેશનના સહયોગથી લોકડાઉનમાં સમાજ ઉપયોગી કામગીરી કરવામાં આવે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.