Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં હિંગલ્લા ગામમાં ખેત મજૂરી કામ કરતાં યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Share

ભરૂચ તાલુકાનાં હીંગલ્લા ગામમાં રહેતી ૧૮ વર્ષીય સંજનાબેન વસાવા શનિવારે ઘરેથી કામ હોવાનું કહીને નીકળ્યા બાદ મોડી રાત્રી સુધી પરત ન આવતાં પરિવારજનો તપાસ હાથ ધરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન રવિવારની વહેલી સવારે ગામની સીમમાં આવેલ હારૂનભાઇના ખેતરમાં રહેલા એક વૃક્ષની ઝાડની ડાળી પર ફાંસો ખાધેલી હાલતમાં સંજના તેમજ ગામનો યુવાન વિક્રમ વસાવા નજરે પડ્યા હતા.જે અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોનો કબજો લઈ તપાસ હાથ ધરતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમને આત્મઘાતી પગલું કેમ ભર્યું તે અંગેની તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમ માટે બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. યુવક-યુવતી બંને ખેતમજૂરી કરતા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા ભાજપા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ છઠ્ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે “જીમ કમ યોગા સેન્ટર” નાં ખાતમુહૂર્તનો ઓનલાઇન કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીનાં વરદ હસ્તે કરવામાં આવ્યો.

ProudOfGujarat

નડીયાદમાં જર્જરિત મકાનની ગેલેરીનો કાટમાળ પડતા કારને નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!