ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ના વેડચ પોલીસ મથકમાં સારોદ આઉટ પોસ્ટ મા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મોહન મીઠા પરમાર બ.નં. : ૧૧૬૧ ને રૂપિયા એક હજાર ની લાંચ લેતાં ભરૂચ એસીબી ની ટીમે વેડચ પોલીસ મથકમાં જ ઝડપી પાડતા ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો….
જાણવા મળ્યા મુજબ જંબુસર તાલુકા ના વેડચ પોલીસ મથક માં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલે પોલીસ ની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા…વેટ કંઇક આમ છે કે એક જાગૃત મહીલા વિરુદ્ધ ની અરજી બાબતે મહીલા ને જેલ માં નહી પુરવા તથા અરજી નો નિકાલ કરવા માટે કોન્સ્ટેબલે રૂપિયા બે હજાર માગ્યા હતા પરંતુ રૂપિયા એક હજાર નક્કી થતા તે રકમ વેડચ પોલીસ મથકમાં જ કોસ્ટેબલે લાંચ પેટે સ્વીકારતા એ.સી.બી ના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા….
Advertisement