અંકલેશ્વરની જી.આઈ.ડી.સી માં ની કમ્પનીઑ માંથી પ્રદુષિત પાણી ના નિકાલ અર્થે કરાયેલ ભૂતિયા કનેકશન શોધવાની કામગીરી માં વધુ ગેરકાયદેસર ના શંકાસ્પદ કનેકસનો ઝડપાયા….
*ઉદ્યોગકારો ના પ્રતિનિધિ મંડળ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી પોતાની રજુઆત કરશે*
અંકલેશ્વર
તારીખ.22.05.2018
આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં ભૂતિયાં કનેકશનનો શોધવાની કામગીરી માં પ્લોટ ન.C1-3916માં આવેલ એક્સીસ ફાર્મા નામ ની કમ્પની નું તેમજ મેહુલ ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રદુષિત પાણી નું ગેરકાયદે નિકાલ કરવા અર્થે કરાયેલ ભૂતિયા શંકાસ્પદ કનેકશનો ઝડપાયા છે આમ પાછલા એક અઠવાડિયા શંકાસ્પદ ભૂતિયા કનેકસનો માં લેઓટેક્સ કમ્પની સાથે આ ત્રીજો બનાવ છે .
આ એવા કનેકસનો પકડાયા છે કે જેઓ ભૂતકાળ માં ગેરકાયદેસર ના કનેકસનો ધરાવતા હશે પણ આ ચાલી રહેલ ઓપરેશન દરમ્યાન પકડાઈ જવાના ડરે તેઓ એ જાતેજ કનેકસનો દૂર કર્યા હશે. જે હાલ આ કામગીરી માં ઝડપાયા છે.હાઇકોર્ટ ના હુકમ મુજબ દરેક ઉદ્યોગકારો એ બાંહેધરી પત્રક આપવાનું છે જેમાં તેઓ કોઈ ગેરકાયદેસર ના કનેકસનો ધરાવતા નથી એવી બાંહેધરી આપવાની છે તેથી ગેરકાયદેસર ના કનેકસનો ધરાવતા ઉદ્યોગકારો એ પોતે પણ ઘણાં કનેકસનો જાતે જ દૂર કર્યા છે. જેની જીપીસીબી ને જાણ થઈ જવાથી કે કાર્યવાહી દરમ્યાન આવા કનેકસનો ઝડપાયા છે.
Gpcb ના અધિકારીઓ ના મતે આવા ગેરકાયદેસર ના અને જાતે કનેકસનો કાપ્યા હશે તો પણ તેઓ ના પણ રિપોર્ટ કરવામાં આવશે. અને તેઓ ની કામગીરી કાયદા મુજબ અને કોર્ટ ના હુકમો ને આધીન છે.અને તેમના માટે મોટા અને નાના બધાજ ઉદ્યોગકારો સમાન છે. જે કોઈ ખોટું કરતા હશે અને પર્યાવરણ ને નુકશાન કરતા હશે તે બધા ને માટે કાયદો સરખો જ રહેશે.
ઉદ્યોગકારો ના મતે જેઓ હાઇકોર્ટ ના આદેશ મુજબ આપેલ છૂટ છાંટ ના સમય દરમ્યાન તેઓ જાતેજ કનેકસનો દૂર કરે છે અથવા ભૂતકાળ માં દૂર કરી દીધા છે એવા ઉદ્યોગકારો સામે કાર્યવાહી થવી યોગ્ય નથી અને ફક્ત ચાલુ કનેકસનો મળે તેમની સામે જ કાર્યવાહી થવી જોઈએ. અને પક્ષપાત થતા હોવાનો આક્ષેપ પણ થાય છે.
ચોમાસા ની ઋતુ આવી રહી છે અને રસ્તાઓ તૂટે છે તથા સ્વચ્છતા અને સુંદરતા બગડે છે અને વધારે ખોટા ખર્ચો થાય છે તેથી ભૂતિયા કનેકશન શોધવાની કાર્યવાહી નો ઉદ્યોગ પતિઓ વિરોધ કરી રહ્યા છે અને બે દિવસ પહેલા ઉદ્યોગકારો ના જુથે કામગીરી બંધ કરાવી દીધી હતી જે થોડા સમય પછી ચાલુ થઈ ગઈ હતી.
આમ ઉદ્યોગકારો અને GPCB માં આ બાબતે મોટા ગંભીર મતભેદ સર્જાયાં છે.
અને આ બાબતો તથા અન્ય પ્રશ્નો ની રજુઆત અર્થે ચૂંટાયેલા પ્રતિનીથીઓ સાથે મુલાકાત કરી છે અને આજ રોજ 22.05.2018 મંગળવારે મુખ્ય મંત્રી સાથે ઉદ્યોગકારો નું પ્રતિનિધિ મંડળ ની મુલાકાત કરવાનું નક્કી થયેલ છે. ઉદ્યોગકારો ને આ મુલાકાત થી મોટી અપેક્ષાઓ છે.
અને આજે આ કાર્યવાહી દરમ્યાન જીપીશિબિ.વિજિલન્સ જીપીસીબી, GEMI. NCT. નોટિફાઈડ ના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આમ જીપીસીબી ને તેમને મળેલ માહિતી મુજબ કાર્યવાહી કરતા છેલ્લા એક અઠવાડિયા માં ત્રણ શંકાસ્પદ કનેકસનો ઝડપાયા છે જેમની સામે કાર્યવાહી થઈ રહી છે. અને આગળ પણ અન્ય ગેરકાયદેસર ના કનેકસનો શોધવાની કાર્યવાહી ચાલુ રહેશે.