ભરૂચ શહેરનાં શક્તિનાથ વિસ્તારની શંભુ ડેરી પાસે મનીષાનંદમાં રહેતાં અને શાકભાજી વેચતાં પાનવાલા પરિવારનાં ઘરમાં ભર બપોરે દોઢ લાખની ચોરી થવાની ઘટના ઘટી છે. ભરૂચ શહેરમાં લોક ડાઉન છે અને પોલીસનાં અનેક જગ્યાએ પહેરા ગોઠવ્યા છે વાહન ચાલકોની ચેકિંગ ચાલે છે. પોલીસની વારંવાર ગાડી પેટ્રોલીંગમાં ફરે છે છતાં શહેર એ ડીવીઝન પોલીસ મથકની હદમાં ભર બપોરે ચોરી થવાની ઘટના બની છે. જેમાં શહેરનાં શક્તિનાથ વિસ્તારની શંભુ ડેરી નજીક મનીષાનંદ સોસાયટીમાં રહેતાં અનિતા અશ્વિન પાનવાલાનાંઓ શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તા.30 એપ્રિલના રોજ બપોરે તેઓનું પરિવાર શાકભાજી વેચવા માટે ગયું હતું. બપોરે ઘર બંધ હતું આ દરમ્યાન તસ્કરોએ તેમનાં બંધ મકાનને જોઈને ઘરનાં દરવાજાનું તાળું તોડી નાંખીને ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા 1,56,300 નો મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જયારે પાનવાલા પરિવારે શાકભાજી વેચી ઘરે આવી ત્યારે તેમનાં ઘરનો સામાન વેર વિખેર જોતાં ચોરી થઈ હોવાનું જણાતાં પોલીસને જાણ કરી હતી. મનીષાનંદ સોસાયટી નજીક થોડી જ દૂર પોલીસ પોઈન્ટ છે અને પોલીસવાળા રાઉન્ડમાં પેટ્રોલીંગ કરે છે. પોલીસની જીપ પણ પેટ્રોલીંગ કરે છે છતાં ચોરી થઈ ભર બપોરે ભરૂચમાં અલગ-અલગ નાકા પર CCTV લગાવી પોલીસ નજર રાખે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સતત પોલીસની હાજરી હોવા છતાં કયા જાણ ભેદુઓએ ચોરી કરી છે તે તો ચોરીનો ભેદ ઉકેલાયા બાદ જ ખબર પડશે.
ભરૂચ શહેરની શંભુ ડેરી નજીક મનીષાનંદ સોસાયટીમાં રહેતાં શાકભાજી વેચતાં વેપારીનાં ઘરમાં ભર બપોરે ચોરી-નજીકમાં જ પોલીસનો પહેરો હોવા છતાં ચોરી ?
Advertisement