ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસીને બંધ કર્યા બાદ પણ અહીં ઉભી રહેતી શાકભાજી ફળફળાદીની લારીઓને કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સામાજિક આંતર જળવાતું ન હતું જેને લઇને વિવાદ ઊભો થયો હતો. પોલીસ દ્વારા લારીઓ બંધ કરાવી દેવામાં આવી હતી. જ્યારે હાલ રમજાનનો પવિત્ર માસ ચાલુ હોય અને મુસ્લિમ બિરાદરોને રોજા રાખતા હોય ત્યારે બજારમાં લોક ડાઉન દરમ્યાન જવું મુશ્કેલ બન્યું હતું જ્યારે કે એપીએમસી નજીક જ લારીઓ ઉભી રહેતી હોવાથી જે તે સમયે સહુલાત રહેતી હતી. જોકે લારીઓ બંધ થતાં મુશ્કેલીઓ ઊભી થતાં આ મામલે સામાજીક આગેવાન અબ્દુલ કામથી અહીંના નગરસેવકો તેમજ આગેવાનો દ્વારા આ મામલે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને લારીઓ ઊભી રાખવા માટેની રજૂઆત કરી હતી જેમાં સામાજિક અંતર રાખવાની શરતે આજે જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરના સંતોષી વસાહતથી લઈને મહંમદપુરા બાયપાસ ચોકડી સુધી દસ-પંદર ફૂટના અંતરે લારીઓ ઉભી રાખવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. લારીવાળાને નંબર આપી સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરી લારીઓ ઊભી રાખવા તેમજ વધુ લોકો લારી ઉપર ઊભા નહિ રહે તેની સાથે તે ભરૂચ બી ડિવિઝન પોલીસે વ્યવસ્થા ગોઠવી છે.
ભરૂચ શહેરનાં મહંમદપુરા વિસ્તારમાં સામાજિક અંતરને લઈને લારીવાળાને નહીં ઉભા રાખવાની સુચના બાદ અહીંના આગેવાનોએ જિલ્લા પોલીસ વડા અને કલેકટરને રજૂઆત કરતાં આજે લારીઓ ઉભી રાખવાની મંજૂરી મળી.
Advertisement