ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા વિધાનસભાનાં ધારાસભ્ય છોટુ ભાઈ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી ટ્રાયબલ પ્રોજેકટ હેઠળના પ્રાયોજનનાં વહીવટદાર કચેરીઓ ખાતે અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા માંગ કરી છે. વધુમાં ધારાસભ્ય છોટુ ભાઈ વસાવાએ લખેલ પત્રમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં કાચા પાકા ઝૂંપડામાં રહી વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો ચોમાસુ નજીક આવે ત્યારે રહેઠાણનાં ઘરોમાં ઘાસચારો ભરી રાખે છે,યોગ્ય લાઈટ ફિટિંગના અભાવે શોર્ટ સર્કિટનાં કિસ્સાઓ બનતા આવ્યા છે. આગ લાગવાના બનાવો રોકવા માટે ૧૨ જેટલા પ્રયોજના કચેરીઓનાં મુખ્ય મથકે અગ્નિશામકદળ તથા ફાયર સેફટીમાં સાધનો ઉભા કરવા માંગ કરી હતી.
Advertisement