ભરૂચ જીલ્લામાં ચાર દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા હિટવેવનાં કારણે જીલ્લાનાં જન માનસ પર ભારે અસર થઈ છે. ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. હવે દિવસ દરમ્યાન ગરમી અને ઉકળાટનો અનુભવ શરૂ થયો છે ત્યારે ઉનાળાની ઋતુનાં ત્રીજા માહિનાનાં અંતમાં ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે. લોકો લોક ડાઉનથી હેરાન છે ત્યાં હવે અસહનીય ગરમી ઉકળાટ અને ગરમ પવનોએ લોકોનું જીવન દુષ્કર બનાવી દીધું છે. જીલ્લામાં ચાર દિવસથી ભારે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા આકાશમાંથી અગ્નિ વર્ષા થઈ રહી છે, ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. લોકો ગરમ પવનોથી બચવા ઘરમાં બેસી રહેવા મજબૂર બની ગયા છે. પરિવાર સાથે લોકો ટી.વી પર જુના કાર્યક્રમો જોવા મજબુર બની ગયા છે. આમ ભરૂચ જીલ્લામાં હિટવેવને પગલે જન માનસ પર ભારે અસર જોવા મળી રહી છે. લોક ડાઉનને પગલે રસ્તા ઉપર એકલ દોકલ લોકો જ જોવા મળી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં હીટવેવનાં કારણે જન માનસ પર ભારે અસર લોકો 43 ડિગ્રી તાપમાનને પગલે ઘરમાં બેસી રહેવા મજબુર.
Advertisement