વિશ્વ આખું કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. નોવેલ કોરોના વાયરસને લઈ ભારત સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો આ નિર્ણયથી વાયરસ ફેલાતો તો અટક્યો પણ સાથે સાથે સામાન્ય પરિવાર તેમજ ગરીબ અને મજૂરવર્ગની ધંધા રોજગાર બંધ થવાથી આર્થિક રીતે કમર પણ તૂટી ગઈ. ગત તારીખ ૨૯ નાં રોજ ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક રોડ પર એક આશરે ચાલીસથી પિસ્તાલીસ વર્ષની એક મહિલા કોઈ કારણોસર મરણ પામતા તેનો એક દીકરો ૧૪ વર્ષનાં ઉપર આભ તૂટી પડ્યું ભંગાર વીણીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાનાં પતિનું મરી થઈ ગયા પછી એક દીકરી અને દીકરાનું ભરણ પોષણ કરતી થોડા સમય પહેલા જ દીકરીને પરણાવેલી અને ત્યાર બાદ માં અને દીકરો સાથે રહેતા. કોરોના વાયરસને લઈ ગુજરાત ભરમાં લોકડાઉન કરતા ભંગાર મળતું બંધ થઈ ગયું અને ભંગારની દુકાનો પણ બંધ હવે શું થાય માં દીકરાનું અને પોતાનું ગુજરાન ચલાવા શું કરે થોડા દિવસથી માં ની તબિયત બગડતા ખિસ્સામાં રૂપિયા ન હોઈ દવાખાને પણ ક્યાં લઇ જાય સાથે કોણ આવે તે ચિંતાની વચ્ચે દીકરો કોઈ ભગવાન જેવા વ્યક્તિની રાહ જોઈને માં ની ચિંતામાં બેસી રહ્યો હતો. જમવાનું તો સામાજિક સંસ્થાઓ અને પોલીસ તરફથી મળતું હતું પણ ખિસ્સામાં એકેય કોડી નઈ પણ ત્યારે ભરૂચ વિધાનસભાનાં ધારાસભ્ય દુષ્યંત પટેલને જાણ થતાં તેવોએ સ્થળ પર પહોંચી દીકરા અને માં ની મુલાકાત લઈ સુધાબેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી પણ કુદરત સામે કોનું ચાલે હોસ્પિટલ લઈ જતા પહેલા જ માતાએ જીવ છોડી દીધો દીકરાનું હૈયા ફાટ રૂદન જોઈ ભરૂચ વિધાનસભાનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ દુઃખની લાગણી અનુભવવા લાગ્યા અને એ માતાનાં અગ્નિ સંસ્કાર માટે જે પણ ખર્ચ થાય તેની ચિંતા તે દીકરાને કહ્યું કરતો ના અને તને પણ કોઈ તકલીફ નઈ પડે તેવી ખાતરી આપી. ભરૂચ વિધાનસભાનાં ધારાસભ્ય દુષ્યંત પટેલના શબ્દો સાંભરી ૧૪ વર્ષીય રાહુલ રડતો બંધ થઈ ગયો અને તેમને બે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો. સ્થળ પરથી દુષ્યંત પટેલ દ્વારા ભરૂચ સ્મશાનમાં ફરજ બજાવતા ધર્મેશ સોલંકીને જાણ કરી કફન તેમજ અગ્નિ સંસ્કારનો જે પણ સામાન થાય તે લાવીને રાહુલને ગોલ્ડન બ્રિજ નજીક આપી જવા કહેલ અને તેનો જે પણ ખર્ચ થાય તે મારી પાસેથી લેવો તેમ જણાવેલ. સતત પ્રજાની તકલીફને પોતાની તકલીફ સમજી મદદ માટે દોડતા ભરૂચ વિધાનસભાનાં ધારાસભ્ય દુષ્યંત પટેલને હૃદયપૂર્વકનાં અભિનંદન.
ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક રોડ પર ભંગાર વીણી ગુજરાન ચલાવતી એક મહિલા કોઈ કારણોસર મરણ પામતા તેના દીકરાને ધારાસભ્ય દુષ્યંત પટેલએ મદદ કરી તમામ અગ્નિ સંસ્કારનો ખર્ચ ઉઠાવ્યો.
Advertisement