ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં છેલ્લા કેટલાક દિવસોથી લોક ડાઉનનાં કારણે અસંખ્ય કંપનીઓ બંધ હતી અને તેના કારણે ઉદ્યોગપતિઓ મૂંઝવણમાં મુકાયા હતા અમુક કેટલાક એવા ઉદ્યોગ હતા કે જેને ચાલુ કરવામાં આવે તો જ દેશમાં અમુક રો મટીરીયલ તૈયાર થઈ શકે જેને લઇને રાજ્ય સરકારની સુચના મુજબ ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા અંકલેશ્વર પાનોલી ઝઘડિયા અને દહેજની જીઆઇડીસીની કેટલીક કંપનીઓને શરતી મંજૂરી આપી હતી કે કામદાર અને કર્મચારી વર્ગ 50 ટકા હશે તેમજ તેઓને લાવવા લઇ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવશે, સામાજિક અંતરનું ધ્યાન રાખવામાં આવશે અને કોઈપણ કામદાર કે કર્મચારીને પ્રાઇવેટ વાહનો પર જવાની છૂટ મળશે નહીં તેમ છતાં તારીખ 20 ના રોજ જિલ્લા કલેક્ટરે આ અંગેનું જાહેરનામુ બહાર પાડયું હતું અને ઉદ્યોગોને સખત સૂચના આપી છતાં કેટલાક ઉદ્યોગો દ્વારા કામદાર અને કર્મચારી વર્ગ માટે બસની વ્યવસ્થા કરવામાં નહીં આવતા અને સાથે નોકરી પર હાજર રહેવાનો હુકમ કરતાં કર્મચારી અને કામદારો પોતાની બાઇક લઇને નોકરી પર જતા હતા જેને લઇને આજે અંકલેશ્વરમાં જુના હાઇવે ઉપર પોલીસે ચેકિંગ હાથ ધરી હતી જેને કારણે અસંખ્ય કામદારો અને કર્મચારીઓ પોતાની બાઇક કે સ્કૂટર ઉપર જતા હતા તેમને પોલીસે રોકીને તેમના વાહનો ડિટેઇન કર્યા હતા અને રૂપિયા 500 દંડ ફટકારીને વાહનો છોડ્યા હતા. પોલીસે સૂચના આપી હતી કે તમારા કંપનીના માલિકોને સુચના આપવામાં આવી છે કે તમારા માટે બસની વ્યવસ્થા કરવામાં આવે તેમ છતાં તેમણે વ્યવસ્થા નહીં કરીને તમને બાઈક ઉપર બોલાવતા દંડ તમારે ભરવો પડશે અને જો તમે લોકો ફરીથી ભેગા થશો અને પકડાશો તો તમારી સામે કાનુન ભંગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવશે માટે તમારા કંપનીના માલિકોને કહો કે બસની વ્યવસ્થા કરે જો તેમ નહીં કરે તો ગુનો દાખલ કરવામાં આવશે. પોલીસે આજે બાઈક અને સ્કૂટર પર જતા કામદારો અને કર્મચારીઓને જણાવ્યું હતું માલિકોની ભૂલના કારણે આજે અસંખ્ય કર્મચારીઓ રૂપિયા 500 દંડ ભરવાની ફરજ પડી હતી.
ભરૂચમાં આવેલા ઉદ્યોગોને જિલ્લા કલેકટર દ્વારા ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપતા કર્મચારીઓ બસમાં જવાનાં બદલે બાઇક લઇને જતા આજે અસંખ્ય લોકોને અંકલેશ્વર પોલીસે બાઈક સાથે ડિટેઇન કરી દંડ કર્યો.
Advertisement