હાલમાં કોરોના ગ્રસ્ત માહોલ વચ્ચે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.ત્યારે ભરૂચ જિલ્લામાં સમાજ સુરક્ષા હસ્તકના સરકારી અને સ્વૈચ્છિક બાળ સંભાળ ગૃહોના કાળજી અને રક્ષણની જરૂરવાળા ૩૫ તેમજ દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાના કુલ ૮૯ બાળકોને તેમના કુટુંબમાં પુન: સ્થાપિત કરાયા છે.પ્રતિ બાળક દીઠ રૂ.૧૫૦૦ લેખે કુલ રૂ.એક લાખ છયાશી હજારની રકમ બાળક અથવા તેમના વાલીઓના ખાતામાં ચુકવવામાં આવેલ છે.એક અન્ય માહિતી મુજબ જિલ્લામાં લોક ડાઉન દરમિયાન જિલ્લાના દિવ્યાંગ લોકોને જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા (કોઠી) ભરૂચ અને આતાપી સેવા ફાઉન્ડેશન જંબુસરના સંયુક્ત ઉપક્રમે કુલ ૨૮૬ દિવ્યાંગ વ્યક્તિઓને રાશન કીટ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવેલ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.
Advertisement