:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝનોર એન ટી પી સી નજીક ન્યુ જય ચામુંડા જવેલર્સ ની દુકાન ધરાવતા રવિન્દ્ર ભાઈ અશોક ભાઈ સોની છેલ્લા ત્રણ વર્ષ થી દુકાન ચલાવતા હતા..અને ગામના લોકો તેમની પાસે ગીરવે સોનુ મૂકી તેમજ લગ્ન પ્રસંગ ના દાગીના બનાવવા માટે મસ્ત મોટી રકમ ચૂકવી હતી..પરંતુ છેલ્લા ૨૦ દિવસ ઉપરાંત થી સોની પરિવાર ગામ માંથી ગુમ થઇ જતાં ગામ જનો પોતે છેતરાયા હોવાની શંકાએ ૧૫ થી વધુ લોકોએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે…
જોકે ભોગ બનેલા ૧૫ થી વધુ લોકોએ ભરૂચ ખાતે આવી પોતાની સાથે બનેલી ઘટના અંગે મીડિયાને વાકેફ કરી પોતાની વેદના વ્યક્ત કરી સમગ્ર મામલે ન્યાય ની માંગણી વ્યક્ત કરી હતી…હાલ તો મીડિયા સમક્ષ પોતાની વેદના બાદ હજુ પણ ન્યાય ન મળે તો ઉચ્ચ કક્ષા એ ફરિયાદ કરવાની તજવીજ હાથધરો છે…….
