ભરૂચ શહેર જીલ્લામાં શરતોને આધીન કેટલીક દુકાનો ખોલવાની મંજુરીનાં બીજા દિવસે પણ કેટલીક એવી દુકાનો ખોલવામાં આવી કે જેને મંજુરી મળી નથી ત્યારે એકાએક લોકો ઉમટી પડતાં તંત્ર પણ આ છૂટછાટ મામલે વધી રહેલી લોક ભીડથી વિચારતું રહી ગયું છે. લોક ડાઉનનાં 33 માં દિવસે લોકો ભરૂચ જીલ્લા શહેરનાં બજારોમાં વહેલી સવારથી જ ઉમટીયા હતા. સરકાર દ્વારા કેટલીક દુકાનોને શરતોને આધીન ખોલવાની મંજુરી આપવામાં આવી હતી. જેને લઈને રવિવારે ભરૂચ શહેર તથા જીલ્લાનાં શહેરી મથકો અને મોટા ગામોમાં કેટલીક દુકાનો ખુલ્લી કરવામાં આવતા લોકો ખરીદી માટે ઉમટીયા હતા. જોકે આજે સોમવારે ફરીથી સવારે દુકાનો ખોલવામાં આવતાં લોકટોળાં ઉમટીયા હતા. અમુક એવી દુકાનો પણ ખુલ્લી હતી જેને મંજુરી આપવામાં આવી નથી છતાં એવાં દુકાનદારોએ સવારથી લઈ બપોર સુધી દુકાનો ખોલીને બેસી ગયા હતા. જયારે દુકાનો ખોલવાની છૂટછાટને લઈને લોકો ‘સ્ટે હોમ સેફ હોમ’ નાં સૂત્રની એસી તેસી કરી નાંખી હતી. દરેક દુકાન ઉપર ખરીદી કરવા લોકટોળાં ઉમટી પડયા હતા. જયારે આ લોકટોળાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય સાબિત થયો હતો. લોકટોળાંએ કલમ 144 નો ભંગ કર્યો હતો. જયારે લોકડાઉનનાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઊડી ગયા હતા. જયારે આ છૂટછાટ એ લોકો માટે પણ ચિંતાનો વિષય છે. જયારે લોકો પણ સમજે હજુ લોક ડાઉન 3 મે સુધી જ લાગુ જ છે.
ભરૂચ જીલ્લામાં લોક ડાઉનમાં કેટલીક દુકાનો શરૂ કરવાની છૂટછાટમાં છબરડો.
Advertisement