જગતનાં તાત માટે આજે આખાત્રીજ એટલ કે અક્ષય તૃતીયાનો શુભ દિવસ ખેડૂતો સવારે નદીમાં સ્નાન કરી સાથે તેમના મિત્ર બળદ નંદીને પણ સ્નાન કરાવી તેના શિંગડા પર દિવેલ લગાવી નદાછડી બાંધી તમામ ખેતીના સાધનો સ્વચ્છ કરી દરેક સાધનોને કંકુ તિલક કરી ખેતરમાં પૂજા અર્ચન કરી માં ધરતીને વંદન કરી માટી ખેતરની રજ ચડાવી આજથી નવા મોલ ફસલનું વાવેતર કરવા ખેતર તૈયાર કરવા માટે મુહૂર્ત કરે છે. કુંવારીકા પાસે પૂજા અર્ચન કરવાની વર્ષોની પરંપરા આજે પણ યથાવત છે.બળદને ગોળ ધાણાથી મોઢું મીઠું કરાવીને ખેતીનો કાર્ય આરંભ કરે છે.
Advertisement