Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં સરકારની છૂટછાટ વચ્ચે કેટલાક વેપારીઓએ દુકાનો ખોલી તો કેટલાક મુંઝવણમાં મુકાયા, દુકાનો ખુલી બજારો બંધ.

Share

કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશને લોક ડાઉનની સ્થિતિમાં મુકવામાં આવ્યો હતો,રાજયમાં પણ એક બાદ એક કોરોના પોઝીટિવ કેસોનો આંકડાઓ સામે આવવા લાગ્યા ત્યારે લોક ડાઉનનું ચુસ્ત પાલન કરાવવા વહીવટી તંત્ર કામે લાગ્યું અને લોકડાઉન ૧ અને લોક ડાઉન ૨ ને સફળ બનાવી કોરોના સંક્રમણના વધતા કેસોને અંકુશમાં લેવાનો એકશન પ્લાન ઘડવામાં આવ્યો હતો.ગત રોજ કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા પણ કેટલાક દુકાનધારક માટે ઢીલાશ મૂકી તેઓને રોજગારી કરવા માટેની છૂટછાટ આપી હતી જે બાદ આજ રોજ સવારથી સરકારના નીતિ નિયમો વારા આદેશની આંશિક અસર જોવા મળી હતી. જેમાં ખાસ કરીને કેટલાક વિસ્તારમાં વેપારીઓએ સરકારી ગાઈડ લાઈન મુજબ ધંધા રોજગાર ચાલુ કર્યા હતા તો કેટલાક ગાઇડ લાઇનથી હજુ સુધી મુંઝવણમાં મુકાયા જોવા મળ્યા હતા.કોરોનાના સંક્રમણના કારણે ભરૂચમાં પણ 25 જેટલા પોઝીટિવ કેસો નોંધાયા હતા તેમજ બે જેટલા લોકોના મૃત્યુ પણ થયા હતા તંત્ર દ્વારા તમામ ઇફેક્ટેડ વિસ્તારોનાં માર્ગ સિલ કર્યા હતા તેમજ લોક ડાઉનનું ચુસ્ત પાલન કરાવ્યું છે ત્યારે રાજ્ય સરકારના કેટલીક દુકાનો ખોલવાના નિર્ણયને કોરોના મહામારી વચ્ચે કેટલોક વર્ગ સારો ગણાવી રહ્યો છે તો કેટલાક લોકો આ નિર્ણયથી કોરોના સામેની લડતમાં અડચણ રૂપી ગણાવતા ચર્ચા કરતા નજરે પડ્યા હતા.
આ તમામ બાબતો વચ્ચે પોલીસ વિભાગે પણ પોતાનો મોર્ચો સાંભળી રાખ્યો હતો અને વહેલી સવારથી ડબલ સવારી તેમજ માસ્ક વગર નીકળતા લોકો અને નિયમોનું ભંગ કરતા લોકો સામે કડક વલણ અપનાવ્યું હતું અને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત અપનાવતા નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ સિટી ‘બી’ ડીવીઝનમાં વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા ૪૮ પર પાર્ક કરવામાં આવેલ આઇસર ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

ભરૂચ : ગૌ માંસનાં ગુનામાં એક આરોપીની પાસા એકટ હેઠળ અટકાયત કરતી વેડચ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!