ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના આઇસોલેશન અને સારવાર માટે ભરૂચની સીવીલ હોસ્પિટલની પસંદગી કરવામાં આવી હતી.બાદમાં હોસ્પિટલનો કેટલોક સ્ટાફ જ કોરોનાથી સંક્રમિત થતાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવતા સીવીલને બંધ કરવામાં આવી હતી. અંકલેશ્વર ખાતે જયાબેન મોદી હોસ્પિટલને કોરોનાના દર્દીઓને સારવાર આપવા કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાતા જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓને અંકલેશ્વરની આ સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.સારવાર બાદ જેતે દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવે તેને રજા આપવામાં આવતી હોય છે.પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ સીવીલ હોસ્પિટલના કોરોના પોઝિટિવ કર્મચારીઓ પૈકી જે દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે તે તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આજે શનિવારના રોજ સાજા થયેલા દર્દીઓમાં ડો.બ્રિજેશ પટેલ-ભરૂચ,રાજેશ મહેતા-ભરૂચ,અંકિતા રાણા-વાલિયા અને કિંજલ ગોહિલ-વાલિયાનો સમાવેશ થાય છે.પ્રાપ્ત વિગતો મુજબ સારા થયેલા આ ચારેય દર્દી ભરૂચ સીવીલ હોસ્પિટલના કર્મચારી છે. ત્યારે ભરૂચ જીલ્લામાં હવે કોરોના વાયરસના ૯ પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે.અત્યાર સુધીમાં ૨ દર્દીના મોત થયા છે.૧૪ દર્દી સાજા થયા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.